કોરોના કાળ બાદ સતત આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. એવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરાના ગોત્રી વિસ્તારથી આત્મહત્યાની ઘટના સામે આવી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેનાર બેન્ક કર્મચારીની રહસ્યમય સંજોગમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

જેમાં જાણવા મળ્યું છે કે, 24 વર્ષીય આશિષ સંઘવાને કૃષ્ણદીપ ટેનામેન્ટ ના ભાડાના મકાનમાં આત્મહત્યા કરી છે. જાતે જ ઓક્સિજનનો બોટલ અને મોઢા પર માસ્ક લગાવી સુઇજાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. 4 દિવસથી બેંકમાં ન જતા તપાસ કરાઈ છે. હું મારી જાતે જ આત્મહત્યા કરું છું ની સુસાઇડ નોટ પોલીસે કબજે કરી હતી. લક્ષ્મીપુરા પોલીસે ઘટનાને પગલે તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, આ ઘટના બાદ આજુબાજુ વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. જ્યારે ઘટનાની જાણ થતા જ લોકોનું ટોળું એકઠું ગયું હતું. જ્યારે પોલીસ દ્વારા સુસાઈડ નોટને જપ્ત કરી વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. તેની સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.