પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત મુલાકાત સમયે સાંસદોને લેશન આપ્યું છે. પ્રધાનમંત્રી નબળી બેઠકમાં કામ કરવાનું લેશન આપ્યું છે. નબળી અને ઓછા માર્જિન જીતેલી બેઠકના કારણો શોધવાનું સાંસદો સૂચન કર્યુ છે. 30 બેઠકો કોંગ્રેસનો ગઢ ગણાય છે, તેમજ 30થી વધુ બેઠકો પર ભાજપ પાતળી સરસાઈ મેળવે તેનું મંથન કરવા સૂચન કરવામાં આવ્યું છે. ઓછા માર્જિન વાળી બેઠકો ભાજપ અંકે કરવા કામ કરવા માટે સૂચન કરાયું કરવામાં આવ્યું છે.

ભાજપ શા માટે હારે તેના તારણો શોધીને તેના પર કામ કરવા માટે સૂચના આપી છે. ઓછા માર્જિન હરતી બેઠકો પર 100-100 અલગ અલગ બુથ તારવીને માઇક્રોપ્લાનિગ કરવા કહ્યું છે. સરકારી યોજના લાભ છતાં કેમ ઓછું મતદાન થાય તે પણ તારણો શોધવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારી યોજના પ્રચાર-પ્રસાર વેગવાન બનાવવા સાંસદો તાકીદ કરી છે.

આ ઉપંરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનેઆત્મનિર્ભર બનાવવા ભારતમાં ઉત્પાદીત ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. જે ધર્મજીવન ગાથા ગ્રંથના વિમોચન સમારંભમાં વીડિયોકોન્ફરન્સીંગ માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રીએ આ અનુરોધ કર્યો હતો.