રાજ્યમાં વિધાનસભાની ચુંટણી પહેલા જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સતત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેની સાથે કેટલાક વિસ્તારોમાં અલગ-અલગ વિપક્ષ દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે.

2022 ની ચૂંટણીમા રાજકોટમાં સૌથી મોટો મુદ્દો આજી રિવરફ્રન્ટ રહેલો છે. શહેરમાં એક જ ચર્ચા ક્યારે રિવરફ્રન્ટ બનશે અને ગંદકી દુર થશે. આજી રિવરફ્રન્ટ માટેની ગ્રાન્ટની ફાઈલ સરકારમા આગળ વધી છે. ચૂંટણી પહેલા સરકાર 187 કરોડની ગ્રાંટ આપશે. પર્યાવરણની મંજૂરી તો મળી પણ કામ કરવા માટે મનપા પાસે રૂપિયા ન હોવાથી સરકાર પર આધાર રહેલો છે.

તેની સાથે મનપાએ સમગ્ર પ્રોજેકટ માટે 1180 કરોડની માંગણી કરી છે. આઠ દિવસ પહેલા જ રામનાથ મહાદેવ પાસેથી ગંદકી દૂર થાય તે માટે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે સવાલો કર્યા હતા. મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ધારાસભ્યએ બેઠક કરી હતી.