વડોદરામાં રહેનાર પત્નીને CRPF જવાનને ટ્રીપલ તલાક આપ્યા હોવાનું સામે આવ્યું છે. પત્નીને ફોન ઉપર જ ત્રણ વખત તલાક લઈને છૂટાછેડા આપ્યા હોવાનું સામે આવ્યું છે. જેના લીધે આ મામલો ચર્ચામાં આવ્યો છે. જ્યારે સરકાર દ્વારા ટ્રીપલ તલાક માટે કાયદો બનાવવામાં આવ્યો છે. તેમાં કોઇપણ તેની પત્નીને ટ્રીપલ તલાક આપી શકે નહીં.

આ મામલામાં પત્ની પોલીસ નો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. પત્ની ગુલબહારે સીઆરપીએફ જવાન આસિફ પઠાણ, સાસુ નુર અખ્તર સામે ફરિયાદ દાખલ કરી છે. જ્યારે જાણવા મળ્યું છે કે, આ દંપતીને ત્રણ બાળકો છે, છતાં પતિએ ફોન પર જ ટ્રીપલ તલાક આપી દીધા હતા.

વડોદરામાં આપેલ ટ્રીપલ તલાક ની વાત કરવામાં આવે તો આસામ ખાતે સીઆરપીએફમાં ફરજ બજાવનાર જવાન દ્વારા મોબાઈલ ફોન ઉપર વાતચીત દરમિયાન પત્ની સાથે ઝઘડો કરી ત્રણ વખત તલાક બોલી છૂટાછેડા આપી દેવામાં આવ્યા હતા. તે મામલામાં પરિણીતા દ્વારા સાસુ અને પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, લગ્નના બે મહિના બાદ જ પતિ અને સાસુ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. પતિ ફરજ પરથી રજા પર આવતો તેની સાથે મારઝૂડ પણ કરતો હતો. તેની સાથે મામલા સામે આવ્યું છે કે, પત્ની જ્યારે પિયર રહેવા ગઈ ત્યારે તેની તબિયત બગડી હતી તેના કારણે તે ત્યાં રોકાઈ ગઈ હતી. જેના લીધે તેના પતિએ ફોન પર જ ટ્રીપલ તલાક આપી દીધા હતા.