રાજ્યમા ગરમીથી જનતાને આંશિક રાહત મળશે. પ્રિમોનશુન એક્ટીવિટીથી શહેરમા વાદળછાયુ વાતાવરણ રહેશે. વહેલી સવારથી જ શહેરમા વાદળછાયું વાતાવરણ બન્યું છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ સામે આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે સવારમાં અમદાવાદમાં બફારાથી લોકો હેરાન થયા છે. કોઈ પણ સમય અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થઇ શકે છે. તેની સાથે એક વાત સ્પષ્ટ છે કે, અમદાવાદમાં જલ્દી વરસાદની એન્ટ્રી થવા જઈ રહી છે.

હવામાન નિષ્ણાંતનું અનુમાન મુજબ, રાજ્યમાં વાદળછાયું વાતવરણ બન્યું રહેશે. રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી લો સિસ્ટમથી વાદળછાયું વાતવરણ રહેશે. 4 દિવસ 20 થી 25 કીમી પવન ફૂંકાશે. ત્રણ દિવસ વરસાદી માહોલ ગુજરાતમાં રહેશે. રાજ્યમાં 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસદી ઝાપટા પડી શકે છે.