સુરત રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેકટની લોન પર અંતિમ નિર્ણય મળશે. આગામી સપ્ટેમ્બર માસમાં અંતિમ નિર્ણય સંભવ બનશે. પ્રથમ તબક્કાના પ્રોજેકેટની 30 ટકા કામગીરી સ્વભંડોલમાંથી કરવાની રહેશે. ટેન્ડરો ઇસ્યુ કરવા સુધીની કાર્યવાહી વર્લ્ડ બેન્કની ટીમની વિઝીટ પૂર્વે મનપાએ તૈયારી કરવાની રહેશે. વિવિધ પ્રકારના સર્વે રિપોર્ટ પણ મનપાએ વર્લ્ડ બેન્કને સોંપવાના રહેશે.

વર્લ્ડ બેન્ક દ્વારા SMC ને 70 ટકા લોન ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. અંદાજે 2000 કરોડના પ્રોજેકટની લોન અન્વયે વર્લ્ડ બેન્કની ટીમ ફરી સપ્ટેમ્બરમાં સુરત આવશે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા 5-5 કરોડ રૂપિયા આપશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3,904 કરોડ રૂપિયા છે. નદી પર કન્વેન્શન બેરેજ બનાવવામાં આવશે

જો કે, શહેરની જીવાદોરી ગણાતી તાપી નદીને રૂપિયા 3,904 કરોડના ખર્ચે નવજીવન આપવામાં આવશે. સુરતની 33 કિમી લાંબી તાપી નદીના બંને કિનારાનો વિકાસ કરીને પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.