રાજ્યમાં ભરશિયાળે માવઠા વચ્ચે ક્યાં નોંધાયા ભૂકંપના આંચકા ?

રાજ્યમાં એક બાજુ કોરોના અને ઓમીક્રોનનો કહેર જોવા મળી રહ્યો છે ત્યાં બીજી તરફ વધુ એક ચિંતા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ભર શિયાળે ધરતી ધ્રુજી છે. જેના લીધે લોકોમાં નો માહોલ સર્જાયો છે.
સૌરાષ્ટ્રમાં ભર શિયાળે માવઠા વચ્ચે ભૂકંપના આંચકા આવ્યા છે. તેમાં મોરબીમાં મોડી રાત્રે 3.3 તીવ્રતા ના આંચકો આવ્યો છે. ગત રાત્રે 11.34 એ ધરતી ધ્રુજી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ મોરબીથી 98 કિલોમીટર દૂર આમરણ પાસે નોંધાયું છે.
ભૂકંપ કેમ આવે છે?
પૃથ્વી અનેક સ્તરોમાં વહેંચાયેલ છે અને જમીન નીચે અનેક પ્રકારની પ્લેટો રહેલ છે. આ પ્લેટો એકસાથે અટવાઇ જતી હોય છે, પરંતુ કેટલીક વખત આ પ્લેટો સરકી જતી હોય છે, જેના લીધે ભૂકંપ આવે છે. ક્યારેક તે વધુ કંપન કરે છે અને તેની તીવ્રતા વધુ હોય છે. ભારતમાં, પૃથ્વીના આંતરિક સ્તરોમાં ભૌગોલિક હિલચાલના આધારે કેટલાક ઝોન નક્કી કરાયા છે અને કેટલાક સ્થળોએ તે વધારે છે અને કેટલાક સ્થળો ઓછા રહેલા છે.