રાજ્યમાં સતત કપલ બોક્ષની ઘટનામાં સામે આવતી રહે છે. એવામાં આજે એવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાથી કપલ બોક્ષ પકડાયુ હોવાની ઘટના સામે આવી છે. ધ લંચ બોક્ષ ના નામે ચાર મહિનાથી કાફે ચાલી રહ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, સયાજીગંજ પોલિસ રેડ કરી કપલ બોક્ષમાથી 7 યુગલને પકડવામાં આવ્યા હતા. કપલ બોક્ષ ના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાફે ના દરવાજે લખ્યુ હતુ અહી કપલને એકાન્ત મળશે. કાફેમાં 1 કલાક ના 250 રુ વસુલાતા હતા રોજ 20 થી 25 કપલ આ કાફે ની મુલાકાત લેતા હતા.

નોંધનીય છે કે, કપલ બોક્સની વાત કરીએ તો તેમાં ખાસ તરીકે સુવિધા રહેલી છે. કપલ બોક્સમાં એસી પણ હોય છે. તેની સાથે આજુબાજમાં બોક્સની પ્રાઈવેસી જાળવવા માટે દરેક બોક્સમાં પણ દરવાજો રહેલો હોય છે. જ્યારે આ દરવાજાને અંદરથી બંધ પણ કરી શકાય છે. કપલ બોક્સની અંદરની સામાન્ય રોશની રહેલ છે. તેના લીધે કપલ તેમાં શાંતિથી બેસી શકે તેવી સુવિધા રહેલી હોય છે.