સુરતમાં સતત કોરોનાના સંક્રમણથી હાહાકાર સર્જાયેલો છે. સુરતમાં સતત કોરોનાના કેસો પ્રતિદિવસ વધી રહ્યા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 1800 થી ઉપર કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે સુરત મનપાની ચિંતામાં સતત વધારો થયો છે. પરંતુ આ દરમિયાન સુરત મનપા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

સુરત શહેરમાં કોરોનાના કેસ વધતા જેને આતંક મચાવ્યો હતો તેને લઈને રાહત મળતી જોવા મળી રહી છે. કોરોનાના કેસ વધતા ઓક્સીજન જરૂરીયાત સતત વધી હતી. જ્યારે હવે ઓક્સિજનની માંગમાં ઘટાડો નોંધાયો થયો છે. ઓક્સિજનની ફાળવણીમાં કાપ મુકાયો છે.

સુરતમાં 29 એપ્રિલના રોજ 190 ટન ઓક્સિજન ફાળવવામાં આવ્યો છે. ગઈકાલે ઘટાડી 166 ટન કરી દેવાયો છે. શહેરમાં હજુ પણ 195 ટન ઓક્સિજનની જરૂર છે. ઓક્સિજનની ઘટને લઈ ડિસ્ચાર્જ દર્દી સામે નવા દર્દી દાખલ કરાયા છે.

સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮૩ કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં ૧૪૯૪ જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ૩૯૩ દર્દી સાથે કુલ દર્દીઓની સંખ્યા ૧૧૯૧૬૪ પર પહોંચી ગઈ છે. જ્યારે આજે ૧૩ લોકોના કોરોનાથી મોત સાથે મુત્યુઆંક ૧૭૯૮ પર પહોંચી ગયો છે. તેની સાથે ૨૯૧૮ દર્દીઓની કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે.