હેડ ક્લાર્કની ભરતી પરીક્ષા રદ્દ થશે કે કેમ…..

GSSSB દ્વારા રવિવારના લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું હિંમતનગર તાલુકામાં થી પેપર લીક થયાનો મામલો સામે આવતા રાજકારણ ગરમાવો આવી ગયો છે. જ્યારે આ મામલે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સને કરીને મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેની સાથે સરકાર દ્વારા પેપર લીક થયાના મામલાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 406, 420, 409, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે. જેમાં મુખ્ય શંકાસ્પદ આરોપીએ પેપર લીક, સોલ્વ કર્યુ છે. તથા પ્રાથમિક તપાસમાં 10 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં તપાસ માટે પોલીસની 24 ટીમ બનાવાઈ છે. તેમાં દાખલારૂપ કાર્યવાહી કરાશે તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
જ્યારે સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, 1 આચાર્ય સહિત 4 શિક્ષકોની પેપર લીક કાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાની 1 સ્ફુલ ના આચાર્ય ની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આચાર્ય એ 4 લાખ માં પેપર ખરીદ્યું હોવાની ચર્ચા સામે આવી રહી છે.
હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાના પેપર લીક મામલે પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને લઈ ઉચ્ચસ્તરીય બેઠક મળશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પેપર લીક સંબંધિત ચર્ચા થશે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
પેપર લીક થયાનો વ્યાપ અને તપાસ સંદર્ભે ચર્ચા થશે.
પેપર લીક મામલે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી પરીક્ષા રદ્દ કરવા મામલે નિર્ણય લેવાશે. હેડ ક્લાર્ક પેપર લીક મામલે NSUI દેખાવો કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. રસ્તા રોકી ભરતીમાં ગોબાચારીનો વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.