વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. એવામાં ભાજપ પણ એક્શન મોડ પર આવી ગઈ છે. એવામાં ભાજપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

બહુચરાજી ના કટોસણના રાજવી પરિવારના યુવરાજ ભાજપમાં જોડાવવાની જાણકારી સામે આવી છે. કટોસણના યુવરાજ ધર્મપાલસિંહ ભાજપમાં જોડવામાં આવશે. Nsui ના હોદ્દેદારો પણ ભાજપમાં જોડવાની જાણકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, Nsui સુરેન્દ્રનગરના પ્રમુખ ધુવ્રજસિંહ ચુડાસમા ભાજપમાં જોડાશે. તેમના 300 સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ જયરાજસિંહ તામામને nsui માંથી તોડ્યા છે. તેની સાથે આ સમાચાર કોંગ્રેસને મોટો ઝટકો આપી શકે છે.