વડોદરામાં મહર્ષિ અરવિદની 150મી જન્મ જ્યંતીની ઉજવણી ની કેન્દ્રીય સમિતિમાં વડોદરાના રાજમાતાને સ્થાન આપવામાં આવ્યું છે. મહર્ષિ અરવિદે વડોદરામાં 13 વર્ષ વિતાવ્યા હતા. કેન્દ્રીય સમિતિમાં 53 સભ્યોમાં રાજમાતાનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી ત્રણ નામોમાં રાજમાતાનું નામ પણ છે. રાજમાતા સુભાંગિનીદેવી ગાયકવાડ, મુખ્ય મંત્રી અને ઓરો યુનિવર્સિટીના સ્થાપક એચ પી રામા આ ત્રણ સભ્યો ગુજરાતમાંથી છે.

મહર્ષિ અરવિંદ ઘોષનો જન્મ 15 ઓગસ્ટ 1872નાં રોજ કોલકતા ખાતે થયો હતો. તે વખતે આ વિસ્તાર બ્રિટિશ ઈન્ડિયામાં આવતો હતો. તેઓ જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને અધ્યાત્મ ગુરુ હતા. તેમના પિતાનું નામ કૃષ્ણધન ઘોષ હતું. તેમની માતાનું નામ સ્વર્ણલતા દેવી હતું. તેમના પિતા રંગપુર અને ખુલના ખાતે સર્જન તરીકે વ્યવસાય કરતા હતા. આ ઉપરાંત તેઓ બ્રહ્મો સમાજનાં સભ્ય પણ હતા.

યુવાન અરવિંદનો ઉછેર અંગ્રેજી બોલતા થયો હતો, પરંતુ નોકરો સાથે વાતચીત કરવા માટે તેઓ હિન્દુસ્તાનીનો ઉપયોગ કરતા હતા. ઈ. સ. 1893માં અરવિંદ ઘોષ બરોડા ખાતે રાજ્ય સેવામાં જોડાયા. પ્રથમ સર્વેક્ષણ અને સમાધાન વિભાગમાં કામ કર્યું હતું.