રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસ ના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયન્ટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.

તેની સાથે શાળાઓમાં કોરોના સંક્રમણ વધવાનો કેસ વધ્યા છે. શાળા સંચાલક મહામંડળ દ્વારા આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. મંજૂરી વિના જ પૂર્વ પ્રાથમિક શાળાઓ બેરોકટોક ચાલી રહી હોવાનું જણાવ્યું છે. જયારે જુ.કેજી-સી.કેજી માં દોઢથી પાંચ વર્ષના બાળકોને સાડા ત્રણ કલાક એકત્ર કરી શિક્ષણ આપવામાં તે ચિંતાજનક આવી રહ્યું છે. 90 ટકા વિદ્યાર્થીઓ શાળામાં પ્રત્યક્ષ અભ્યાસ કરવા આવે છે.

તેની સાથે એક અઠવાડિયું શાળાઓનું મોનીટરીંગ કરી પગલાં લેવાની રજુઆત કરી છે. કેસો વધે તો 10 જાન્યુઆરીથી ધોરણ 1થી 5 ના વર્ગો બંધ કરવા રજુઆત કરી છે. મોનીટરીંગ કર્યા બાદ કેસો વધે તો ધોરણ 6 થી 8 ની શાળાઓ બંધ કરવા રજુઆત કરવામાં આવી છે. ત્રણ તબક્કામાં મોનીટરીંગ બાદ કેસો વધે તો 9 થી 11ની શાળાઓ પણ બંધ કરવા રજુઆત કરી છે.