રાજ્યભરમાં રખડતા ઢોરનો મુદ્દો મુખ્ય બન્યો છે. ઠેર ઠેર રખડતા ઢોરને કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે મનપા રખડતા ઢોર માટે એક્શન પ્લાન ઘડ્યો છે. ત્યારે વડોદરાના મેયરે જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા પશુ પકડવા માટે કોર્પોરેશને એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

તેઓએ જણાવ્યું છે કે, રોડ મેપ બનાવી કામગીરી શરૂ કરવામાં આવી છે. 15 દિવસમાં શહેરને રખડતા પશુઓથી મુક્ત કરવાનુ અભિયાન છે. રખડતા પશુ પકડવાની ઝુંબેશ તેજ બનાવી છે. આકરો દંડ તેમજ સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આરટીઓ ના અધિકારી અને પોલિસ ને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે.

પશુપાલકો ને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનુ આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરેક પશુ ને ટેગ…લગાવાશે. પશુ માલિકો સામે પાસા કરવા સુધી નુ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં મેયરે જણાવ્યું હતું કે, પશુના કારણે કોઈ નાગરીક નુ અવશાન થશે તો પશુ માલિક ને પાસા કરવામા આવશે..પોલિસ અને કોર્પોરેશન નુ સંયુક્ત અભિયાન…શહેર ને 15 દિવસ મા રખડતા પશુઓ થી મુક્ત કરવા નુ અભિયાન…છે. રખડતુ પશુ બીજીવાર પકડાય તો ડબલ દંડ ની જોગવાઈ કરવામાં આવશે..

શહેર મા 20 હજાર પશુઓ છે…4 ઝોન મા પશુઓ માટે જમીન ફાળવવા મા આવશે..જરૂર જણાય તો કલેકટર પાસે ગૌચાર ની જમીન માંગીશુ..વ્યવસ્થા ના થાય ત્યા સુધી રખડતા પશુ પકડવા 24 કલાક કામ કરીશુ..