વડોદરામાં કોને મળશે સૌપ્રથમ કોરોના વેક્સિન ?

વડોદરા: રાજ્યમાં કોરોના (corona) નો કહેર યથાવત છે જેના લઈને રાજ્ય સરકાર અને હેલ્થ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેર અને જીલ્લામાં કોરોના રસી (corona vaccine) માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
આ ટાસ્ક ફોર્સમાં તબિબો, આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કામદારો, પોલિસ કર્મીઓ અને ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સની યાદી તૈયાર કરવામા આવી છે. જેમાં આવશ્યક સેવાઓ અને સુપર સ્પ્રેડરોને રસી માટે અગ્રિમતા આપવામાં આવશે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવનારા કેટલાંક અઠવાડિયામાં કોરોના વેક્સિન મળી જશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વેક્સિન (corona vaccine) લોકોને કેવી રીતે પહોંચાડવી તે અંગે સ્થાનિક ક્ષેત્રે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.