.04તાજેતરમાં રાજ્યભરમાં ચકચાર મચાવનાર બાળકને ત્યજનાર કેસ કોઈ ફિલ્મ સ્ટોરીથી કમ નથી. ગાંધીનગરની પેથાપુર ગૌશાળા પાસે બાળકને કોઇએ તરછોડી દીધા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બાળકને મૂકી જનારા તેના પિતા સચીન દીક્ષિતને રાજસ્થાનના કોટાથી ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં તે તેની પ્રેમીકા અને આ બાળકની માતા સાથે વડોદરાના દર્શનમ ઓએસિસ ફ્લેટમાં ભાડેથી મકાન રાખીને રહેતો હોવાનું અને ગત 8 તારીખે તેણે હિનાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે દર્શનમ ઓએસિસના ફ્લેટમાંથી હિનાની લાશ કબજે કરીને સચીન સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.

હિના ઉર્ફે મહેંદીની હત્યાનો મામલે સચિન દીક્ષિતને ફ્લેટ ભાડે આપનાર માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. દર્શનમ્ ઓસીસમાં સચિનને ફ્લેટ ભાડેથી  આપ્યો હતો.ફ્લેટ માલિક રજની પટેલ સામે IPC 188 હેઠળ બાપોદ પોલીસે ગુનો નોંધ્યો છે.  સચિન દીક્ષિતને મહિને 7500 રૂ. ના ભાડેથી ફ્લેટ આપ્યો હતો. ફ્લેટ માલિકે પોલીસને ફ્લેટ ભાડે આપ્યાની જાણ કરી ન હતી..

બહુચર્ચિત મહેંદી પેથાણી હત્યા કેસમાં વધુ તપાસ અર્થે ગાંધીનગર જીલ્લા પોલીસની ટીમ વડોદરા જવા રવાના થઈ ગઈ હતી. સચિન દિક્ષીતને તપાસમાં આજે સાથે નહિ રખાય, સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી પોલીસ કરશે.  ભાડે રાખેલા ઘરના કરાર થયા છે કે કેમ ? તેની ચકાસણી કરાશે,
વડોદરાના બાપોદ સ્થિત ઘરની આસપાસના લોકોના નિવેદન લેવાશે.