ગુજરાતમાં દિવસેને દિવસે મહિલાઓ સાથે બનતા છેડતીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં દિવસે દિવસે ગુનાખોરીના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, અપહણર, ચોરી, લૂંટફાટ, હત્યા, દુષ્કર્મ જેવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે રાજ્યમાં ફરી એક વખત શરમજનક ઘટના સામે આવી છે.

વડોદરા સાવલી તાલુકાની 45 વર્ષની મહિલા પર સરપંચે હુમલો કર્યો છે.  નાની ભાડોલ ગામના સરપંચ મહેશ ચૌહાણે મહિલા પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. નાની ભાડોલ ગામના સરપંચ મહેશ ચૌહાણ ઘણા દિવસોથી મહિલાનો પીછો કરી હેરાન કરી રહ્યો હતો. મહિલા ગરબા ગાઈ પરત ફરી રહી હતી તે દરમિયાન સરપંચે પીછો કર્યો હતો.

મહિલાએ પીછો કરવાની ના પાડતાં સરપંચે અદાવત રાખી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો છે.  મહિલાના ઘરે જઈ પાળિયા વડે હુમલો કરી હાથ પર ઈજા પહોચાડી છે. મહિલાએ સાવલી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી . પોલીસે આરોપી સરપંચ મહેશ ચૌહાણની ધરપકડ કરી..