અમદાવાદ સી ફોર્મ રજી્ટ્રેશન મામલે આહના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે આહના દ્વારા રેલી યોજી વિરોધ કરવામાં આવશે. જે ફોર્મ – સી રજીસ્ટ્રેશન ન થતા અમદાવાદ શહેરમાં 450 હોસ્પિટલના રજીસ્ટ્રેશન અટકાવ્યા છે. BU પરમિશન મામલે હોસ્પિટલઓના સી ફોર્મ રજિસ્ટ્રેશન અટક્યા છે. તાત્કાલિક બીયુ વગર અન્ય શરતોના પાલન સાથે સી – ફોર્મનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. શનિ- રવિ તમામ મેડિકલ ફેસિલિટી અમદાવાદ શહેરમાં બંધ રહેશે.

અમદાવાદ શહેરના ઈનકમ ટેક્ષથી વલ્લભ સદન સુધી રેલી કાઢવામાં આવશે. રિવરફ્રન્ટ વલ્લભ સદન પર જ ઓપીડી શરૂ કરવામાં આવશે. જ્યાં સુધી નિરાકરણ નહિ આવે ત્યાં સુધી તબીબો લડી લેવાના મુડમાં છે. અહીં મોટી સંખ્યામાં ખાનગી તબીબો એકઠા થયા છે.

અમદાવાદમાં ઑક્ટોબર 2021 સુધી નર્સિંગ હોમ અને હૉસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગીની જરૂર નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું, જેને સામાન્ય રીતે ફોર્મ ‘સી’ તરીકે ઓળખવામાં આવે છે.