સુરત વરાછાની ડાયમંડ કંપની કિરણ એક્સપોર્ટ ના સંચાલક સહિત 16 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. કંપનીના હેડ પર ચોરીની આળ મૂકી અમાનવીય વર્તન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 60 દિવસમાં તપાસ અહેવાલ આપવા કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. વરાછા પોલીસ મથકના PSI PN પઢીયાર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. દિવાળી ના સમયમાં ભૂલથી 22 કેરેટ ના હીરા રહી જતા તેને ભૂલ સ્વીકારી કંપનીના હેડ એ માલિકને પરત કર્યા હતા.

આ બાબતે શંકા ઉપજતા કંપનીના હેડ જીગ્નેશ કાપડિયાને પ્લાસ્ટિક ના પાઇપ વડે માર મારવામાં આવ્યા હોવાનો આરોપ છે. કરવામાં આવ્યો છે. હું ચોર છું એવું પાટિયું પકડાવીને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

જો કે, સુરત વરાછામાં આવેલા કિરણ એક્સપોર્ટમાં હેડ તરીકે કામ કરતા કર્મચારીએ ભુલથી રાખેલા હીરાના પેકેટને પરત આપી દીધા બાદ તેની અદાવત રાખીને હેડને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કોઇ ધ્યાન નહીં આપતા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે સુરતની કોર્ટે કિરણ એક્સપોર્ટના માલિક વલ્લભ લાખાણી સહિત 15 શખ્સો સામે ગુનો નોંધવા ઉપરાંત પીએસઆઇ પઢીયાર સામે પણ તપાસ કરવા કમિશનરને કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.