રાજ્યમાં ધોરણ 10નું 6 જૂનના રોજ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, જે પરિણામના બે સપ્તાહ બાદ પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી છે. જો કે આ માર્કશીટ પ્રાપ્ત ના થતા ધોરણ 11 ની પ્રવેશ પ્રક્રિયા અટવાઈ ગઈ છે. શિક્ષણ બોર્ડે 6 જૂને ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું હતું. પરિણામના બે સપ્તાહ બાદ પણ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી નથી. 2 દિવસમાં બોર્ડ ડીઈઓ થકી શાળાઓને ઓરીજીનલ માર્કશીટ મોકલાવે એવી શક્યતા જણાઈ રહી છે. આ માર્કશીટ મળ્યા બાદ ધોરણ 11 ની પ્રવેશ પ્રક્રિયા શરુ થશે.

રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ શાળાઓ વિધાર્થીઓથી ધમધમી ઉઠી છે જયારે બીજી તરફ સૌથી મોટી મુશ્કેલી એ પણ સર્જાઈ રહી છે કે હજુ સુધી માર્કેટમાં 80 ટકા જેટલાં પુસ્તકો આવ્યા નથી. પાઠ્ય પુસ્તકોની અછત મામલે વાલીઓનું કહેવું છે કે, આવું પ્રથમ વખત નથી બન્યું. દર વર્ષે પુસ્તકોને લઈને આવી મુશ્કેલી સર્જાય છે. આ વખતે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ બજારોમાં પુસ્તકોની ભારે અછત સર્જાઈ છે.

રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલ મળી કુલ 10,977 સ્કૂલમાં ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમનાં પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.