પેપર લિંક મામલે અસિત વોરાના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. અને અસિત વોરા રાજીનામું આપશે તેવી હાલમાં અટકળો ચાલી રહી છે. ત્યારે અસિત વોરાએ જણાવ્યું છે કે, તેઓ રાજીનામું નહી આપે. આ મામલે પાર્ટી અને સરકાર બંન્ને તરફ થી અસિત વોરાને કલીન ચીટ આપવામાં આવી છે. ત્યારે અસિત વોરાએ પોતે નિર્દોષ હોવાના પૂરાવા સીએમ સમક્ષ રજૂ કર્યા છે. જેમને સીએમ સાથે સંપૂર્ણ ઘટના ક્રમની ચર્ચા કરી છે. જો કે અસિત વોરા તેમના ચેરમેન પદે કન્ટીન્યુ રહેશે. અને હવે આગામી પરીક્ષાઓ માટેની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવશે.

વારંવાર આ રીતે પેપર લીક મામલે વિદ્યાર્થીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓમાં આસિત વોરાના રાજીનામાની માંગ ઉઠી રહી છે. આ અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓનો એક જ સુર જોવા મળી રહ્યો છે. જે આસિત વોરા રાજીનામુ આપે ના વિદ્યાર્થીઓ દ્વારા નારા આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદે યોગ્ય વ્યક્તિને સરકાર નિમણુંક કરે તેવી પણ માંગ કરી છે. અને આ રીતે પેપર લિક કરનાર સામે પણ આકરી કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે. પેપર ફોડનાર સામે સરકાર દાખલા રૂપ કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.