ગુજરાતમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સતત કોરોનાના છેલ્લા થોડા દિવસોથી સતત વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ૧૨ હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે હવે રાજ્યમાં લોકડાઉનના અણસાર સામે આવી રહ્યા છે.

ગુજરાત અઘોષિત લોકડાઉનના સમયમાં વધારો થઈ શકે છે. 15 મે સુધી અઘોષિત લોક ડાઉન લંબાવાઈ શકે છે. રાજ્યના 29 શહેરમાં અઘોષિત લોક ડાઉનની જાહેરાત કરાઈ હતી. લોક ડાઉનની જાહેરાત મુદ્દે સરકાર મુંઝવણમાં છે. કેન્દ્ર સરકારની લોક ડાઉન અંગેની કોમન ગાઈડ લાઇનનું રાજ્ય સરકાર પાલન કરી શકે છે. અઘોષિત લોક ડાઉનની કડક અમલવારી પર સરકારનું ધ્યાન રહેલું છે. રાજ્યની સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને અઘોષિત લોક ડાઉન વધારાઈ શકાય છે. કેસ ઘટે તેવા વિસ્તારને તબક્કાવાર કર્ફ્યુ મુક્ત કરાય તેવી સરકારની હાલની વિચારણાં રહેલી છે 5 મેના રોજ અઘોષિત લોક ડાઉનની અવધિ પુર્ણ થઈ રહી છે.

અમદાવાદમાં ૫ મેના રોજ અઘોષિત લોકડાઉનની મર્યાદા સમાપ્ત થયા પહેલા સરકાર દ્વારા તેના માટે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કેમકે અમદાવાદમાં સતત કોરોનાની મહામારીનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. જેના કારણે સરકાર લોકડાઉન તરફથી ક્યા રાત્રી કર્ફ્યું સિવાય અઘોષિત લોકડાઉનના સમયગાળામાં ફેરફાર કરી શકે છે.