ગુજરાતમાં કોરોનાનો ફરીથી કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોના કહેર ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમિક્રોને હાહાકાર સર્જ્યો છે. જેના કારણે તંત્ર દોડતું થયું છે.

રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. રાજકોટમાં દિવાળી પહેલા કોરોનાના કેસ જોવા મળતા નહોતા. દિવાળી બાદ રાજકોટમાં દરરોજ 2 થી 5 કેસ રાજકોટમાં સામે આવી રહ્યા છે. રાજકોટમાં કેસ વધ્યા છતાં તંત્ર એલર્ટ જોવા મળતું નથી.

રાજકોટમાં કોઈ પણ રસ્તા પર ટેસ્ટિંગ થઈ રહ્યું નથી. રાજકોટ મનપા દ્વારા જાહેર સ્થળો પર ટેસ્ટિંગ કરાતું નથી. શા માટે મનપા ટેસ્ટિંગ કરી રહ્યું નથી તેવા સવાલો ઉઠ્યા છે. કેમકે કોરોનાના નવું સ્વરૂપમ ઓમિક્રોને હાહાકાર સર્જ્યો છે. ત્યાં રાજકોટવાસીઓ માટે કોઈ ચોક્કસ પગલા ભરવામાં આવી રહ્યા નથી.