ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. તેની સાથે સ્કૂલોમાં કોરોનાને હાહાકાર સજર્યો છે. સતત કોરોનાના કેસ સ્કૂલોમાં આવી રહ્યા છે/

કોરોનાના કેસો સ્કૂલમાં આવતા શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને સૂચના આપી છે. તમામ શિક્ષકના વેકશીનના 2 ડોઝ લેવાઈ જાય તે સુનિશ્ચિત કરવું પડશે. જો કોઈ પણ બાળકમાં કોઈ પણ રોગના ચિહ્નો જણાય તો ત્વરિત આરોગ્ય કેન્દ્ર અને DEO ને જાણ કરવી પડશે.

તેની સાથે વાલીઓને પણ સૂચન કરાયું કે પરિવાર કે બાળકમાં કોઈ રોગના લક્ષણ જણાય તો બાળકને સ્કૂલે ન મોકલાવ સુચના અપાઈ છે. રાજ્યની તમામ સ્કૂલોએ ઓફલાઈન સાથે ફરજીયાત ઓનલાઈન શિક્ષણ શરૂ રાખવું પડશે. જ્યારે સ્કૂલોમાં સતત કોરોના કેસ વધતા આ પગલા ભરવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 74 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 14 નવા કેસ સામે અવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી.

ધો. 1થી 12ની શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને સૂચના

1 તમામ સ્ટાફ દ્વારા વેકસીનના બંન્ને ડોઝ સુનિશ્ચિત કરવું.
2 કોઇ પણ વિદ્યાર્થીમાં સંક્રમણના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો
3 વિદ્યાર્થીમાં કોઈપણ પ્રકારનો રોગ દેખાય તો જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરવાની રહેશે.
4 વાલીઓએ પણ પરિવારમાં કે બાળકમાં સંક્રમણ જણાય તો શાળાએ મોકલવું નહીં.
5 શાળાએ ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રાખવાની રહેશે.

જો કે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, શાળાઓ તકેદારી સાથે શરૂ જ રહેશે. શાળાઓ બંધ કરવામાં આવશે નહીં.