રાજકોટ એજ્યુકેશન હબ બન્યા ની સાથે ડ્રગ્સનું સંકટ જણાઈ રહ્યું છે. રાજકોટમાં ડ્રગ્સ પેડલર્સ વિદ્યાર્થીઓ ને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ડ્રગ્સ ના વ્યસની બન્યા પછી ખર્ચ કાઢવા વિદ્યાર્થીઓ અવડે પાટે ચડે છે. બર્થડે પાર્ટીમાં ડ્રગ્સ સેવન નો ભય જણાઈ રહ્યો છે. ડ્રગ્સ પેડલરો પોતાનો કાળો કારોબાર ચલાવવા વિદ્યાર્થીઓ ને ટાર્ગેટ બનાવે છે.

નવ નિયુક્ત પોલીસ કરમિશનર રાજુ ભાર્ગવ નો કોલ આવ્યો હતો. જેમને જણાવ્યું હતું કે પોલીસ જરાય કચાસ નહીં રાખે. રાજકોટમાં હોસ્ટેલ કે પી જી માં રહેતા વિદ્યાર્થીઓ અમારા સંતાન છે. આ દુષણ ને ડામવા રાજકોટ શહેર પોલીસ ની કટીબદ્ધતા જણાઈ રહી છે. રાજકોટ પોલીસ દ્વારા 300થી વધુ ડ્રગ સેવન કરનારાના નામની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં ડ્રગ્સ પેડલરો પોતાનો કાળો કારોબાર ચલાવવા માટે મોટાભાગે શાળા કોલેજના વિદ્યાર્થીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવતા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ માં ચાલતા ડ્રગના વેપાર સામે ઝુંબેશ ઉપાડી છે. ડ્રગ્સ સેવન કરનાર અને ડ્રગ પેડલર બંનેને ઝડપી પાડવામાં આવશે. અને તેમાં કોઈ ક્ચાસ રાખવામા આવશે નહીં.