ગુજરાત માં વરસાદ નું આગમન થતા ખેડૂતો માં ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાત માં અત્યાર સુધીમાં 2.53.000 હેકટર માં વાવેતર થયા નો અંદાજીત આંકડા સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર માં અત્યાર સુધીમાં 1.99.300 હેકટર માં વાવેતર પૂર્ણ થયું છે. કપાસ વધારે ભાવ મળતા કપાસનું વાવેતર પણ વધ્યું છે.

તેની સાથે મગફળી 9.84.00 હેકટરમાં વાવેતર થયું છે. કપાસનું 9.43.00 હેકટર માં વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ના જિલ્લા વાઇઝ માહિતી જોઈએ તો રાજકોટ જિલ્લામાં મગફળી 1.95.00 હેકટર માં વાવેતર કપાસ માં 1.90.00 હેકટર માં વાવેતર કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 3900 હેકટર માં મગફળી નું વાવેતર 3.26.00 હેકટર માં કપાસનું વાવેતર થયું છે. જામનગર જિલ્લામાં 1.24.00 હેકટર માં મગફળીનું વાવેતર થયું છે. તેના સિવાય 0.44.00 હેકટર માં કપાસ નું વાવેતર થયું છે. પોરબંદર જિલ્લામાં 0.52.00 હેકટર મગફળી નું વાવેતર, 5.05.00 હેકટર માં કપાસ નું વાવેતર, જૂનાગઢ જિલ્લામાં 3.29.00 હેકટરમાં મગફળી નું વાવેતર , 0.37.00 હેકટર માં કપાસ નું વાવેતર, અમરેલી જિલ્લામાં 0.01.00 હેકટર માં કપાસ નું વાવેતર, 0.04.00 હેકટર માં કપાસ નું વાવેતર, ભાવનગર જિલ્લામાં 0.03.00 હેકટરમાં મગફળી નું વાવેતર, 0.01.00 હેકટર માં કપાસ નું વાવેતર, મોરબી જિલ્લામાં 1.53.00 હેકટર માં મગફળીનું વાવેતર, 2.65.00 હેકટર માં કપાસ નું વાવેતર થયું છે.

જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 0.79.00 હેકટરમાં મગફળીનું વાવેતર, 0.09.00 હેકટર માં કપાસ નું વાવેતર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 0.08.00 હેકટર માં મગફળીનું વાવેતર, હાલ હજુ સુધી કપાસનું વાવેતર કરવામાં નથી આવ્યું. હજુ પણ વરસાદ આગમ ખેડૂતો રાજ જોઈ રહ્યા છે આગામી સમય માં હજુ આ આંકડા વધી શકે છે.