રાજ્યમાં વરસાદનું આગમન શરૂ થઇ ગયું છે ત્યારે આજે સુરત શહેરમાં ૧ ઈંચ અને ઓલપાડ કામરેજ તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રવિવારે રાત્રીના સમયે એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સોમવારે દિવસ દરમિયાન ઓલપાડ અને કામરેજમાં અરધો ઇંચ વરસાદ પડ્યો છે. સુરતમાં શનિવારે રાત્રે સારો વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો થયો હતો.

જોકે, બીજા જ દિવસે લઘુતમ તાપમાનમાં ૨ ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં ૧ ડિગ્રીનો વધારો થયો છે. જ્યારે સોમવારે સુરતનું મહત્તમ તાપમાન ૩૩.૦ ડિગ્રી નોંધાયું છે. અને લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા રહ્યું હતું. જ્યારે દક્ષિણ પશ્ચિમ દિશામાં પવનની ગતિ 13 કિલોમીટર રહી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક માં ચોમાસુ દસ્તક આપે તેવી સંભાવના જણાઈ રહી છે.

સુરત હવામાન વિભાગ દ્વારા શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના તમામ જિલ્લામાં વરસાદ પડ્યો હતો.

સુરતમાં 2 દિવસ હળવા વરસાદની વકી જણાઈ રહી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી રહેતા રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસમાં શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં વહેલી સવારથી વરસાદી ઝાપટુ પડ્યું છે. વરસાદ પડતા વાતાવરણ માં ઠંડક પસરી છે.