ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમિક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. જ્યારે સુરતમાં પણ કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે.

સુરતમાં 170 દિવસ બાદ કોરોનામાં સુરતમાં એક મોત થયું છે. ભટાર ના 70 વર્ષીય વૃદ્ધને કોરોના થયો હતો. વૃદ્ધએ કોરોના વેકસીનનો એકપણ ડોઝ લીધો નહોતો. બીજી તરફ સુરતમાં કોરોનાના નવા 16 કેસો મળી આવ્યા છે.

જ્યારે રાંદેર ઝોન માં 8 અને અઠવા ઝોન માં 7 કેસો મળ્યા છે. લંડન થી આવેલા શેરબજાર ના ધંધાર્થી 7 દિવસ કોરોન્ટાઇન રહ્યા બાદ પોઝિટિવ આવ્યા છે. યુકેમાં વેકસીન ના બન્ને ડોઝ લીધા હતા. જ્યારે સેમ્પલ જીનોમ સિક્વનસિંગ કેબમાં મોકલવામાં આવ્યા છે.