ચિંતાજનક સમાચાર – અમદાવાદમાં હવા પ્રદુષણ ખતરનાક સ્તરે…..

શિયાળાની સવારની સાથે શહેરમાં ધૂમ્મસની ચાદર છવાઈ ગઈ છે. વહેલી સવારથી ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું. ધૂમ્મસ ભર્યા વાતાવરણથી વાહનચાલાકોને હાલાકી પડી રહી છે. મોડી રાતથી હવામાં ભેજનું પ્રમાણ વઘતા વહેલી સવારથી ધુમ્મસ વાતાવરણ થઈ ગયું છે.
બીજી બાજુ વાયુ પ્રદૂષણની સમસ્યા બની વિકટ
અમદાવાદ શહેરની હવા અત્યંત પ્રદૂષિત બની છે. અમદાવાદનો એર ક્વોલીટી ઇન્ડેક્સ 259એ પહોંચ્યો છે. 24 કલાકમાં પ્રદુષણનું પ્રમાણ બમણું થયું છે.
શહેરના મોટા ભાગના વિસ્તારનું aqi 300 ને પાર થઈ છે. નવરંગપુરા વિસ્તારમાં સૌથી વધુ પ્રદુષિત હવા 350એ પહોંચી છે.
અન્ય વિસ્તારોની પ્રદૂષિત હવા પર નજર કરીએ તો.
શહેરમાં વાયુ પ્રદૂષણની સમસ્યા વિકટ બની ગઈ છે. છેલ્લા 15 દિવસમાં વાયુ પ્રદુષણના પ્રમાણમાં વધારો થયો છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં એક્યુઆઇ 300થી વધુ નોંધાયું છે.શહેરના અનેક વિસ્તારોનું AQI જોવા જઈએ તો એરપોર્ટ 300 નોંધાયું. પીરાણા એક્યુઆઈ 313 થયું જે સૌથી ખરાબ કહી શકા
પીરાણા 313
બોપલ 302
એરપોર્ટ 300
સેટેલાઈટ 239
ચાંદખેડા 228
શહેરમાં ઠંડી વધતા હવામાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પ્રદૂષણનું આ સ્તર બતાવે છે કે અમદાવાદની હવામાં ઝેર ભળ્યુ છે, જે લોકોના આરોગ્ય માટે હાનિકારક છે. શિયાળામાં ધૂળના રજકણ હવામાં જલ્દી નીચે બેસે છે. આ ઉપરાંત વાહનોનો ઝેરી ધુમાડો પણ હવામાં ભળે છે. આ બંને પરિબળથી વિઝિબિલિટી ઘટવા સાથે હવાનું પ્રદૂષણ વધે છે.