ચિંતાજનક સમાચાર – રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો..!

સૌરાષ્ટ્રમાં કોરોનાએ ફરી દેખા દીધા છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના 26 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 13, કચ્છમાં 7, જામનગરમાં 3, ભાવનગરમાં 1, જૂનાગઢમાં 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં દિવાળી પહેલા કેસમાં 1 થી 2 જ આવતા હતા જ્યારે દિવાળી બાદ કેસમાં મોટો વધારો થયો છે. કોરોનામાં કેસ વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં સરધાર મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લાખો લોકોએ હાજરી આપી છે. હજુ આગામી મહિને ખોડલધામ મંદિર ખાતે લાખો લોકો પંચવર્ષીય મહોત્સવની ઉજવણી કરશે. આપને જણાવી દઈએ કે ભલે આ કેસો દરેક જગ્યાએ નાની સંખ્યામાં આવે પરંતુ આ ચિંતાનો વિષય બની રહ્યો છે.
જો કે સૌરાષ્ટ્રમાં દિવાળીનાં તહેવારો બાદ કેસ સતત વધી રહયા હતા તેમાં બ્રેક લાગશે તેવી ધારણા ખોટી પડી રહી છે કોરોનાએ ફૂંફાડો માર્યો છે ત્યારે રાજયમાં કોરોનાનો આંક વધી ગયો છે. ખાસ કરીને લોકો હવે કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા ભૂલ્યા છે. જેમા માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ જેવી ગાઈડલાઈનનું પણ લોકો પાલન નથી કરતા. જણાવી દઈએ આ બેદરકારીને કારણે સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જે હવે એક ચિંતાનો વિષય બન્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.
કોરોના સામે લડવા માટે કોરોના વેક્સીન જ એક અસરકારક હથિયાર હોવાનુ જાણકારો કહી રહ્યા છે. જોકે ભારતમાં હજી પણ ઘણા લોકોએ વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી. જયારે બીજો ડોઝ મોટા ભાગના લોકોએ લીધો નથી. ત્યારે તેની પણ કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જેથી વધુમાં વધુ લોકો કોરોના રસી લઇ શકે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોનનો દેશ પર ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસોએ વહીવટીતંત્રની મુશ્કેલીઓ વધારી દીધી છે. જે સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.