ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

રાજકોટમાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટ સતત છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. તેની સાથે સ્કૂલોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સ્કૂલો પણ સતત કોરોના કેસ આવી રહ્યા છે.

જ્યારે આ દરમિયાન રાજકોટમાં કોરોનાનો કહેરને લઈ IMA રાજકોટના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીનું મોટું નિવેદન આપ્યું છે. હાલ ધોરણ 1 થી 5 નું ઓફલાઇન શિક્ષણ બંધ કરવું જોઈએ. બે સપ્તાહ સુધી બાળકોનું શિક્ષણ બંધ કરવું જરૂરી છે. જે રીતે બાળકોમાં કેસ ચિંતાનો વિષય આવી રહ્યા છે. રાજકોટમાં સારવાર લઈ રહેલ બે દર્દીઓના ગઈકાલે મોત થયા હતા.

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 87 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 73 દર્દી સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 33 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે રાજકોટ શહેર અને વલસાડમાં કોરોનાથી 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.