વર્ષો જૂના પરિમલ ગાર્ડનની થશે કાયાપલટ, 10 કરોડના ખર્ચે ઊભી કરાશે આ સુવિધાઓ…!

અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં એક ગાર્ડન ની કાયાપલટ કરાશે. અમદાવાદ ના પરિમલ ગાર્ડન ની કાયાપલટ કરવામાં આવશે. તેની સાથે 10 કરોડના ખર્ચે પરિમલ ગાર્ડન રીડેવલપમેન્ટ કરવામાં આવશે.
તેની સાથે ગાર્ડનમાં 2 માળનું જિમ્નેશિયમ પણ તૈયાર કરવામા આવશે. જ્યારે શહેરનું પ્રથમ ગાર્ડન એવું હશે જેમાં 2 માળનું જિમ પણ હશે. ગાર્ડનમાં અન્ય સુવિધાઓ પણ ઉભી કરાશે. લોકો પરિમલ ગાર્ડન માં મોર્નીગ વોક સાથે જીમનો પણ લાભ લઇ શકશે.
જ્યારે રિક્રિએશન કમિટીની ચેરમેન રાજુ દવે દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું છે. પરમિલ ગાર્ડનમાં પણ બે માળનું જિમ્નેશિયમ, પે એન્ડ યુઝ પાર્કિંગ, વોક વે, નેચર કોર્નર ગઝેબો, પાણીની ટાંકી, સ્પોર્ટ્સ એરિયા, બાળકો માટે અલગ રમતગમતના સાધનો, ઓપન થિયેટર તેમજ યોગ માટે અલાયદો યોગ એરિયા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેના લીધે લોકોની ત્યાં અવરજવર પણ વધશે.
તેની સાથે જાણકારી સામે આવી રહી છે કે, આ ગાર્ડનમાં એક નાનું તળાવ પણ બનાવવામાં આવશે. તેમાં ફુવારો પણ મુકાશે. તેના સિવાય જીમ્નેશિયમમાં ના જવું હોય તેના માટે ઓપન જીમ પણ બનાવવામાં આવશે.