ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ, છેતરપિંડી અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે.

અમદાવાદમાં તેવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં સાયબર ક્રાઇમની નવી મોડેસ ઓપરેન્ડીથી છેતરપિંડી થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોબાઈલ ફોનનું નેટવર્ક હેક કરી નાખવાની સાથે એક વેપારીઓથી ભારી ભરકમ રકમ પચાવી પાડવામાં આવી છે. જેના લીધે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

તેમાં એક અજાણ્યા બે ઇસમો દ્વારા મોબાઈલ નેટબેન્કિંગનો પાસવર્ડ હેક કરી વેપારીના બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડી ચાઉં કરી લીધા હતા. જેમાં કુલ 11,89,000 રૂપિયા વેપારીના બેન્ક એકાઉન્ટ માંથી અજાણ્યા બે ઈસમો દ્વારા સેરવી લેવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.