સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અને ઘાતકતા ઘટી છે. શહેરમાં ધીરે ધીરે હવે કોરોનાના પોઝિટિવ કેસો ઘટ્યા છે. ગઈકાલે 1214 કેસ પોઝિટિવ આવ્યા હતા. જયારે 2165 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જો કે કેસો ઘટ્યા હોવા છતાં શહેરના બે ઝોન વધુ સંક્રમિત બન્યા છે. જે સુરતના અઠવા અને રાંદેરમાં શહેરના કુલ કેસોના 50 ટકા કેસ નોંધાયા છે. રાંદેરમાં 315 અને અઠવામાં 301 મળી કુલ 616 કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. 1215 માંથી 616 કેસ માત્ર બે ઝોનમાં આવ્યા છે.

શહેરમાં કોરોનાની ઘાતકતા ઘટતાં ગંભીર દર્દીઓ પણ ઘટ્યા છે. શહેરની સિવિલ અને સ્મીમેર માં 825 દર્દીઓ ગંભીર થઇ રહ્યા છે. સિવિલમાં 579 પૈકી 538 દર્દીઓ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. શહેરમાં 13 વેટિલેટર, 303 બાઈપેપ અને 209 ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે. જેમાં સ્મીમેરમાં 287 પૈકી 277 દર્દીઓ ગંભીર જણાય રહ્યા છે. 31 વેન્ટિલેટર, 86 બાઈપેપ અને 160 દર્દી ઓક્સિજન સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 1574 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,22,394 કેસ નોંધાયા છે. આજે વધુ 10 મોત નોંધાતા મૃત્યુઆંક વધીને 1821 પર પહોંચ્યો છે. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,366 પર પહોંચી ગઈ છે. આજે શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવતાં ડિસ્ચાર્જનો આંકડો પણ એક લાખને પાર કરીને 1,02,207 પર પહોંચ્યો છે.