કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે જનતાનો સવાલ, મેેળાવડા કરતા નેતાઓને કેમ દંડ નહિ…

દેશમાં અને રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક શરૂ થઇ ગઈ છે. જે ગુજરાતમાં અત્યારસુધીમાં કોરોનાના નવા 200 થી વધુ કેસ નોંધાયા છે. જો એક રાજ્યમાં કેસ વધી રહ્યા છે તેમ છતાં નેતાઓ આ કોરોના ના નિયમો તોડી રહ્યા છે. જે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ, ભાજપ સહિતની રાજકીય પાર્ટીના નેતાઓ સતત ભીડ ભેગી કરી રહ્યા છે. ત્યારે હાલમાં નેતાઓ સામે જનતા આક્રોશ ઠાલવી રહી છે. જે રાજકીય મેળાવડા સામે જનતાનો ઘણો રોષ જોવા મળી રહ્યો છે.
જો કે રાજ્યમાં વધતા કેસને લઇને જનતાની નેતાઓને સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે હાલમાં કોરોનાના નવા વેરિયંટના ડર વચ્ચે રાજકીય મેળાવડા બંધ કરવા જોઈએ. અને આ કોરોનાના નિયમો તમામ માટે એક સરખા હોવા જોઈએ. જેને લઈને જનતા નેતાઓ સામે આક્રોશ ઠાલવી રહી છે.
ગુજરાતમાં કોરોનાની જાણે ત્રીજી લહેરની અસર ધીમે-ધીમે વર્તાવાની શરૂ થઈ હોય એમ સતત બીજા દિવસે પણ નવા પોઝિટિવ કેસોના આંકડો 170ની ઉપર જળવાઈ રહ્યો છે. જો કે અમદાવાદમાં સૌથી વધુ 100 કેસ આવતા આરોગ્ય વિભાગ ફરી સતર્ક થઈ ગયું છે. તો સામે ઓમિક્રૉનના કેસોમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24 કેસ ઓમિક્રૉન વેરિયન્ટના બહાર આવતા ત્રીજી લહેરની શરૂઆતના ભણકારા વાગી ચૂક્યા છે.
નોંધનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે કેન્દ્ર સરકારે નવી ગાઈડ લાઈન પ્રમાણે અમલ કરવા રાજ્ય સરકારને સૂચના આપી છે.