કોરોના વાયરસની ત્રીજી લહેર (Coronavirus Third Wave) જલ્દી એન્ટ્રી કરી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આગામી થોડા મહિનામાં દેશને ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે છે. હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેણે જોરદાર તબાહી મચાવી છે. પહેલાંની તુલનામાં બીજી લહેર દેશ માટે વધુ ઘાતક સાબિત થઇ છે. તો બીજી તરફ કેંદ્ર અને રાજ્ય સરકારોએ પણ થર્ડ વેવ જલદી આવવાની આશંકા વચ્ચે તૈયારીઓ તેજ કરી દીધી છે.

ત્યારે અમદાવાદમાં 1200 બેડની સિવિલ હોસ્પિટલ ફરી કાર્યરત કરવામાં આવી છે. બાળ અને મહિલા ગાયનેક સારવાર માટે પૂર્વવર્ત શરૂ કરવામાં આવી છે. ડો રાકેશ જોશીએ જણાવ્યું છે કે, બીજી લહેરમાં આજ હોસ્પિટલ કોરોના દર્દીથી ભરેલ હતી આજે પરિસ્થિતિ સુધરી છે. ત્યારે હવે ત્રીજી લહેરની આશંકા જણાવવામાં આવી રહી છે, પરંતુ લોકો વેકસીન લે અને ત્રીજી લહેરને ટાળવા માટે ડો રાકેશ જોશીએ જણાવ્યું છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે જોકે થર્ડ વેવને ગત લહેરની તુલનામાં ખૂબ વધુ કંટ્રોલમાં કરી શકાશે, પરંતુ મહામારી ઓછામાં ઓછા અને વર્ષ માટે પબ્લિક હેલ્થ પર ખતરો બની રહેશે. એટલે કે કોરોનાનો ખતરો હજુ સુધી વધુ સમય સુધી યથાવત રહેશે.

વૈજ્ઞાનિક રીતે ત્રીજી લહેરનો જવાબ આપવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરી કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરમાં બીજી લહેરની તુલનામાં મહત્તમ દૈનિક કેસો બમણા થઈ શકે છે. અમે જીલ્લા મુજબ એક્શન પ્લાન બનાવવામાં આવી રહ્યા છે.