ઓમીક્રોન વાઇરસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં ઓમીક્રોન વાઇરસના કેસમાં વધારો થતા એરપોર્ટ પર rtpcr ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે હાઈ રિસ્ક વાળા 12 દેશોના મુસાફરોના ફરજીયાત ટેસ્ટ થઈ રહ્યા છે. જે જિલ્લામાં 228 લોકો વિદેશથી આવ્યા છે. જેમાં 30 જેટલા લોકો હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે. તમામ લોકો હાલ હોમ કોરોન્ટાઇન અને ભંગ ન કરે તે માટે પણ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ જિલ્લામાં કોરોના કેસની 5 સંખ્યા છે. કોવિડના એક્ટિવ 1 કેસ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

ભારતસહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે કોરોના વાઇરસના નવા વેરિએન્ટથી ફરી વખત આખી દુનિયામાં ચિંતા પ્રસરી ગઇ છે. જેને લઈને સરકાર પણ સતર્ક થઇ ગઈ છે. ગુજરાતમાં એકસાથે ઓમીક્રોનનો કહેર ઉભો થાય તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા સુધીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ઓમીક્રોન વાયરસની ગુજરાતમાં વધતાની સાથે જ અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ તૈયારી કરી છે. શહેરની 70 હૉસ્પિટલના 2500 બેડ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.