રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે લોકો શ્રાવણ માસમાં કેળા ખાતા પહેલા ચેતી જજો. જો કે રાજકોટ માંથી કેળાનું મોટું ગોડાઉન પકડ્યું હોવાનું સામે આવ્યું છે. જે સ્પ્રે અને મશીનથી પકવતા કેળાનું ગોડાઉન પકડી પાડયું છે. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર લોકો બેફામ બન્યા છે. રાજકોટમાં સ્પ્રેની મદદથી તાત્કાલિક કેળા પકવતા હોવાનું સામે આવ્યું છે. આ રાજકોટના ગોડાઉનમાં મોટી સંખ્યામાં કેળા કેમિકલથી પકવતા હોવાનું સામે આવ્યું છે.

જો કે આ મામલે રાજકોટ આરોગ્ય વિભાગે માત્ર આ ગોડાઉન માલિકને નોટિસ જ આપી હોવાનું સામે આવ્યું છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કેમ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેને લઈને લોકોએ અનેક સવાલો ઉભા કર્યા છે. જો કે લોકોના સ્વાસ્થ્ય સાથે આટલી મોટી ગંભીર બાબત સામે આવતા છતાં પણ રાજકોટ આરોગ્ય વિભાગે માત્ર આ ગોડાઉન માલિકને નોટિસ જ ફટકાળી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કેળા પકવવવાના 20 જેટલા ગોડાઉન છે. જેમાં 20 ટનથી વધુ કેળા સંગ્રહી રાખવામાં આવ્યા છે. જો આરોગ્ય વિભાગ વધુ તપાસ હાથ ધરે તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વધુ યુનિયો ઝડપાઇ તેવી શક્યતા છે.