ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરાય છે, ત્યારે ગુજરાતમાં મચ્છરજન્ય રોગો માથું ઊંચકી શકે છે, જેની સામે નિષ્ણાતો ચેતવે છે. ત્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ટીમ ગબ્બરે ઓચિંતી મુલાકાત લીધી છે. આ ઓચિંતી મુલાકાત દરમિયાન હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. દર્દીઓને જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે. ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધતાં દર્દીઓને જમીન પર સુવડાવી સારવાર આપી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતાં દર્દીઓને જમીન પર સુવડાવી સારવાર આપી રહ્યા છે. જે ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે.

દર વર્ષે ચોમાસા દરમિયાન અને પછી મલેરિયા, ચિકનગુનિયા તથા ડેન્ગ્યુ જેવા રોગનો વાવડ હોય છે, સ્થાનિકસ્વરાજની સંસ્થાઓને મચ્છરના નાશ માટે સૂચના આપવામાં આવે છે. કોરોના બાદ સિઝનલ ફ્લુ અને મચ્છર જન્ય રોગોના કેસ સતત વધી રહ્યા છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતાં આવું થઈ રહ્યું છે.

ગત વર્ષે ચિકનગુનિયાના કેસ વધુ હતા, અને ડેન્ગ્યુના કેસ નહિવત હતા, પરંતુ આ વર્ષે બંને સમાન રીતે સતત વધી રહ્યા છે. જેના કારણે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેવા લોકોમાં આ સમયે બિમાર પડવાનું અને ગંભીર સ્થિતિએ પહોચવાનું વધુ જોખમ જણાઈ રહ્યું છે.