સુરત શહેરમાં જન્માષ્ટમી-ગણેશ ઉત્સવ બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં અઠવામાં 4 અને રાંદેરમાં 4 કેસ મળી કુલ 8 કેસ સામે આવ્યા છે. જેમાં અઠવા ઝોનના 4 કેસ પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેનાર એક જ પરિવારના છે. એટલું જ નહીં આ એપાર્ટમેન્ટમાં અઠવાડિયાની અંદર જ કુલ 11 કેસ સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જ્યારે 11 કેસમાંથી 5 કેસ તો માત્ર 18 થી નીચેની વયના હોવાની માહિતી સામે આવી છે. તેમ છતાં સામાન્ય લક્ષણ હોવાથી તમામને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. એપાર્ટમેન્ટમાં એ અને બી એમ બે બ્લોક રહેલા છે.

જેમાં તમામ 11 કેસ બી બ્લોક રહેલા છે. બંને બ્લોક મળી કુલ 44 ફલેટમાં રહેનાર 150 લોકોને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઓગસ્ટમાં જ્યાં 75 કેસ હતા ત્યાં સપ્ટેમ્બરમાં 103 થઈ ગયેલા છે. આ રીતે એક જ મહિનામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. અઠવાડિયામાં 11 કેસ સામે આવ્યા છે. જેમાંથી 3 ફલેટમાં 2-2 મળી 6 કેસ રહેલા છે.

તેની સાથે બાકીના 5 એક જ પરિવારના રહેલા છે. જેમાંથી ચાર કેસ બુધવારના સામે આવ્યા છે. આ 4 કેસમાં ચારેય બાળકો છે. જેમાં 2ની ઉંમર 10, 1 ની 11 અને 1 ની 5 વર્ષ રહેલી છે. 11 કેસમાંથી એક 42 વર્ષિય મહિલાએ ઘરમાં શ્રીજીની સ્થાપના કરી હતી અને તેઓ એપાર્ટમેન્ટમાં કોમન બેસાડેલા ગણપતિમાં પણ જતા હતા. જ્યારે ગણેશ ઉત્સવ માં sop પાલનમાં બેદરકારી હવે બહાર આવી રહી હોવાનો મત રહેલો છે. આ મહિલા સૌ પ્રથમ પોઝિટીવ આવી હતી. પાંચ ધન્વંતરી રથ મુકીને ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. હજુ 30 નો RT-PCR રિપોર્ટ બાકી રહેલો છે.

જ્યારે રાંદેર ઝોનમાં 4 કેસ સામે આવ્યા છે. જેમાં અલગ-અલગ વિસ્તારમાં એક જ ઘરમાંથી 2-2 કેસ સામે આવ્યા છે. પાલનપુરમાં એક જ પરિવારના 2 છે ,જેમાં સસરા-વહુ સંક્રમિત થયા છે તો હનિપાર્ક રોડ પર એક જ પરિવારના 2 કેસમાં પિતા-પુત્રી સામેલ થાય છે. ચારેય ફુલ્લી વેક્સિનેટડ છે. સામાન્ય લક્ષણ હોવાથી તમામ હોમ આઇસોલેશન હેઠળ રહેલા છે.