રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં કોરોનાની રી એન્ટ્રી થઇ છે. રાજકોટમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં નવા કુલ 9 કેસ નોંધાયા છે. રાજકોટ માં નવા 5 કેસમાં 4 કેસ ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેમાં મોરબી જામનગર માં 1/1 ભાવનગર માં 2 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

સુરતમાં વધતા કોરોના કેસો વચ્ચે શાળાઓ શરૂ થઈ છે. શાળાઓ શરૂ થતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. 12 થી 14 વર્ષના ૪૦ હજાર બાળકોએ હજુ વેકસીનનો બીજો ડોઝ લીધો નથી. મનપા દ્વારા શહેરના દરેક ઝોનમાં રેન્ડમલી શાળાઓમાં રસીકરણ અને ટેસ્ટિંગ ઝુંબેશ શરૂ થશે. બીમાર બાળકોને શાળાએ ન મોકલવા વાલીઓની તંત્રની અપીલ કરવામાં આવી છે. 12 થી 14 વર્ષના બાળકો ને સંપૂર્ણ વેક્સીનેટેડ કરવા પર મનપાનો ભાર મૂકવામાં આવ્યો છે.

શહેરમાં ધીમી ગતિએ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે માસ્ક મામલે લોકોને ફરી સમજાવવામાં આવશે. હાલ માસ્ક મામલે દંડ વસુલવાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી, પરંતુ વધતા કેસને જોતા કોઈપણ સમયે પુન: દંડ શરૂ થઈ શકે છે. ગત સપ્તાહે તંત્રને નાગરિકોને માસ્કના ઉપયોગ બાબતે મીડિયા મારફતે વિનંતી કરવામાં આવી હતી.