કોરોનાની ત્રીજી લહેરના ભણકારા – છેલ્લા 24 કલાકમાં સુરતમાં નોંધાયેલા કેસના આંકડા વાંચી આંખો થઈ જશે પહોળી…..

ઓમિક્રોનના આગમન બાદ ત્રીજી લહેરની શંકા ડોક્ટરો વ્યક્ત કરી રહ્યા હતા જે સાચી પડે તેવા સંજોગો ઉભા થયા છે. જેના પગલે તંત્ર ચિંતિત બન્યુ છે અને લોકોને કોવિડ ગાઇડ લાઇનનું સખ્ત પાલન કરવા અનુરોધ કર્યો છે. સુરતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. જે શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટની સંખ્યા 143 ઉપર પહોંચી ગઈ છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 260 ઉપર પહોંચી ગઈ છે. બીજી તરફ શહેરમાં શરદી ખાંસી ના કેસોમાં પણ ચિંતાજનક વધારો થયો છે. ત્યારે શહેરમાં વધતા કેસ વચ્ચે મનપાએ સરકારી-ખાનગી હોસ્પિટલો માં બેડ ઓક્સિજન ની સવલત સહિતની તૈયારી આરંભી દીધી છે.
છેલ્લા કેટલાક દિવસથી સતત વધતા કેસોમાં આજે સિટીમાં વધુ 72 કેસ નોંધાયા હતા. ગ્રામ્યમાં પણ વધુ 8 કેસ નોંધાતા સુરત શહેર-જીલ્લામાં આજે નવા 80 કેસ નોંધાયા છે. જો કે હાલમાં લોકો અને સરકારની બેદરકારીના કારણે કોરોના કેસોનો રાફડો ફરી ફાડયો છે. જે સરકારના વિવિધ કાર્યક્રમો અને ખાનગી કાર્યક્રમોમાં ને કારણે નેવે મુકાયેલી કોરોનાની ગાઈડલાઇનનું પરિણામ હવે સામે આવી રહ્યું છે ત્યારે ફરી કોરોના સુરતમાં ટોપ ગિયરમાં આવી ગયો છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે.
રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.