ડીસાના આસિસ્ટન્ટ તાલુકા હેલ્થ ઓફિસર થયા કોરોના પોઝીટીવ

કોરોનાનો કહેર દિવસેને દિવસે ઓછો જોવા મળી રહ્યો છે. જો કે હજુ કોરોના ગયો નથી, ત્યારે ડીસાના આસિસ્ટન્ટ તાલુકા હેલ્થ ઓફિસર પણ કોરોના પોઝીટીવ થયા છે. ડો. કે.પી. દેલવાડીયાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
જ્યારે વેક્સીનેશનની શરૂઆત પહેલા બનાસકાંઠા આરોગ્ય વિભાગને ઝટકો લાગ્યો છે. અગાઉ તાલુકા હેલ્થ ઓફિસર પણ કોરોના પોઝીટીવ થઈ ચૂક્યા છે. અને હવે ડીસાના આસિસ્ટન્ટ તાલુકા હેલ્થ ઓફિસર ડો. કે.પી.દેલવાડિયા પોઝીટીવ આવ્યા છે. એ તેમના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવવાની અપીલ કરી હતી.