અમદાવાદમાં ધીરે ધીરે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં ઓમીક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 28 વર્ષીય યુવતીને દાખલ કરવામાં આવી છે. યુ કે થી અમદાવાદ આવેલ યુવતીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યું છે. હાલ અમદાવાદમાં 3 ઓમીક્રોન દર્દી, અને એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. જે યુવતીની હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

જે UKથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જે અમદાવાદની 28 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના ઓમિક્રોન શંકાસ્પદ હોવાથી સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. અત્યારે મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.

જો કે, ગુજરાતમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવતા મુસાફરોમાં કોરોના સંક્રમણનું જોખમ વધ્યુ છે. જેને લઈને અમદાવાદ એરપોર્ટ પર સતર્કતા વધારી દેવામાં આવી છે. અમદાવાદમાં એરપોર્ટ પર પણ કેસો વધ્યા છે. આજે અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવેલા એક જ દિવસમાં આઠથી વધુ મુસાફરો કોરોના પોઝિટિવ આવતા ડર ફેલાયો હતો.

અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે એક દિવસમાં 8 મુસાફર પોઝિટિવ આવ્યા છે. લંડન, તાન્ઝાનિયા અને પોલેન્ડના 1-1 મુસાફર સંક્રમિત થયા છે. 1 યાત્રીમાં ઓમિક્રોનના લક્ષણો દેખાતા જીનોમ સિકવન્સ માટે રિપોર્ટ મોકલાયો છે. હાઇરીસ્ક દેશોમાંથી આવતા મુસાફરોમાં સંક્રમણનું જોખમ વધ્યું છે. હાલમાં નોન હાઇરિસ્ક કંન્ટ્રીમાંથી આવતા મુસાફરો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.

અત્યાર સુધી વિદેશથી આવતા 20થી વધુ મુસાફરો પોઝિટિવ મળ્યા છે. પોઝિટિવ આંક વધતા સર્તકતા વધારાઈ છે. RT-PCR ટેસ્ટ રિપોર્ટ, વેક્સીન સર્ટિફિકેટ અને ફોર્મ ભરાવ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવે છે.

રાજ્યમાં હાલ કુલ 589 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટીલેટર પર છે. 581 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,010 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10104 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે રાજ્યમાં બે લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.