રાજ્યમાં છેલ્લા થોડા મહિના પહેલા કોરોનાની બીજી લહેરનો આતંક જોવા મળ્યો હતો. કોરોનાની બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં બેડની અછત અને ઓક્સિજનની ઉણપે અનેક લોકોના જીવ ગયા હતા. જેના કારણે રાજ્યમાં ભયનો માહોલ પણ ઉભો થઈ ગયો છે. તેમાં પણ સિવિલ હોસ્પિટલમાં લાગેલી એમ્બ્યુલન્સ લાઈન જોઇને લોકો ભયભીત થઈ ગયા હતા. ત્યાર બાદ કોરોનાનો કહેર જોતા લોકોમાં રસીને જાગરૂકતા જોવા મળી હતી.

 

તેની સાથે ગાંધીનગરથી રસીને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના 180 ગામમાં રસીના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લામાં પ્રથમ ડોઝની 95.17 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બીજા ડોઝની 54.83 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

 

ગાંધીનગર જિલ્લાની કુલ વસ્તીની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 847746 લોકોની વસ્તી રહેલી છે. જિલ્લામાં 806782 લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 442353 લોકોએ વેકસીનનો બીજો ડોઝ લીધો છે. તેના કારણે એ સ્પષ્ટ છે કે, લોકો હવે રસી લેવામાં રસ દર્શાવી રહ્યા છે.