રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ આરોગ્ય કેન્દ્રને લઈને સારી વાત સામે આવી છે. રાજકોટમાં આરોગ્ય કેન્દ્રમાં હવે વધુ સારી સુવિધા મળશે. આરોગ્ય કેન્દ્રમાં હવે X-RAY , ડી. – ડાઈમર અને ECG ની સુવિધા મળશે. 2.81 કરોડનો ખર્ચ કરી મનપા મશીનરી ખરીદી રિપોર્ટ શરૂ કરવામાં આવશે.

તેની સાથે X-RAY નો ઉપયોગ TB ના નિદાન માટે થશે. હિમોગ્લોબીન સહિતની તપાસ વિનામૂલ્યે કરવામાં આવશે. આ સુવિધા સાથે રાજકોટવાસીઓને આરોગ્ય કેન્દ્ર પર તપાસથી ટીબી રોગને જલ્દી જાણી શકાશે. આ મશીન ખાસકરીને ટી.બી. ની સારવાર માટે ખાસકરીને લાવવામાં આવ્યું છે.

તેની સાથે લોકોને આ સારવાર વિનામૂલ્યે મળી જશે. જ્યારે આ સુવિધા આવતા રાજકોટ મનપાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો જોવા મળશે. કેમકે દર્દીઓનું રિપોર્ટ કઢાવવું હવે સરળ બનશે. જેના લીધે તાત્કાલિક લોકોનું નિદાન પણ થશે.