પારલે બિસ્કિટ ખાનાર લોકો માટે ચેતવણી રૂપ સમાચાર સામે આવ્યા છે ત્યારે, જો તમે પણ પારલે બિસ્કિટ ખાવ છો તો ચેતી જ જો… નેસ્લેની વારંવારની ફરિયાદ બાદ હવે ગુજરાત સ્થિત પારલે ગ્રુપ પર પણ ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. રાજકોટમાં પારલે બિસ્કિટનો નમુનો લેવામાં આવ્યો હતો. જે રાજકોટ નજીક ખોખડદડમાં સ્કોડ શો રૂમની પાછળ આવેલ પાર્લે બિસ્કિટ પ્રા.લી.ની જયંત માર્કેટીંગ નામની પેઢીમાંથી પાર્લે મલ્ટી વાટામારીએ બિસ્કિટ 75 ગ્રામ પેકના બિસ્કિટના નમૂના લેવામાં આવ્યા હતા. જે ફેલ થયો છે. જે મિસ બ્રાન્ડેડ પારલે બિસ્કિટ જાહેર થયું છે. રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલ પારલે બિસ્કીટના નામના નમૂના ફેલ થયા છે. જેમાં રાજકોટ ખાતેથી લેવામાં આવેલ Parle Multi Vita Marie Biscuits નમૂના ફેલ થયા હતા.

પારલે બિસ્કિટ મુંબઈને 3 લાખનો દંડ ફાટકારવમાં આવ્યો છે. જયારે 15 લાખ રૂપિયાનો અલગ અલગ પેઠીને દંડ ફટકારવામાં આવ્યો છે. પાર્લે બિસ્કિટનો નમૂનો મીસબ્રાન્ડેડ જાહેર થતા ખોખડદડના તેજસ બીપીનચંદ્ર પારેખ, ભાવેશ ત્રિવેદીને 25 હજાર, પાર્લે બિસ્કિટ પ્રા.લી.-ખોખડદડને 50હજાર, અમદાવાદના પાલડીના ભાવેશ ત્રિવેદી અને પાલડીની પાર્લે બિસ્કિટ પ્રા.લી.ને 1-1 લાખનો, નાગપુરના કામ્પટીના ધમેન્દ્ર ડાંગરે અને જીલ ફૂડ પ્રા.લી.-કામ્પટી, વિલે પાર્લે ઇસ્ટ મુંબઇના એસ.વી. મુરાલી, વિલે પાર્લે ઇસ્ટ મુંબઇની પાર્લે બિસ્કિટની પ્રા.લી.ને 3-3 લાખનો દંડ સહિત કુલ 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો કે, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 હેઠળ વિવિધ એકમો-પેઢીઓ અને ખાણી પીણીના ધંધાર્થીઓ ઉપર ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે.