રાજ્યમાં વેક્સિનેશન થઈ રહ્યું હોવાની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતા 45 થી વધુની વયના લોકો માટે વેક્સીનેશન કરવાનું બંધ કરવામાં આવ્યું હતું. જે વેક્સિનનો જથ્થો ન હોવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન 45 વર્ષથી ઉપરના માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદમાં આજે ફરીવાર ફૂલ ફોર્સમાં વેક્સિનેશન ચાલશે. આજે અમદાવાદમાં 45 થી વધુની વયના લોકોને વેક્સીન મળશે. કાલે એક દિવસ માટે 45 થી વધુની વયના લોકો માટે વેક્સીનેશન કરવાનું બંધ કરવામાં આવ્યું હતું. જો કે હવે આજે યોગ્ય જથ્થો ઉપલબ્ધ થતા આજથી ફરીવાર વેક્સિનેશન ચાલુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાલે જથ્થો ઓછો થતા કાલે માત્ર 18 થી 44 વયજૂથના ને જ વેક્સીન આપવામાં આવી હતી.

કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં જે લોકો એક ડોઝ વેક્સિનનો લઇ ચુક્યા છે. તેઓને ફરી વેક્સિનનો ડોઝ ક્યારે મળશે તે હજી સ્પષ્ટ થયું નથી. આજે કેટલાક લોકો રસી લેવા આવ્યા હતા તેઓએ રોષ ઠાલવ્યો હતો કે આ રીતે કોરોનાં સામે ગુજરાત કઈ રીતે જીતશે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4,754 નવા કેસ સામે આવ્યા છે અને 4,648 દર્દી સાજા થયા છે. તે અગાઉ સતત દસ દિવસ 5 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે 23ના મોત થયા છે. સાથે જ મૃત્યુઆંક 3,016 થયો છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 185,436 થયો છે. જ્યારે 113,907 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3,016 થયો છે.

અત્યાર સુધીમાં 1,00,20,449 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 26,82,591 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,27,03,040 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 52,528 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.