રાજકોટ શહેરમાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 84 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. ગઈકાલે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. વેક્સીનના બન્ને ડોઝ લીધા હોવા બાદ પણ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક વૃધ્ધના પરિવારમાંથી હાલ કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત નથી.

ઉલ્લેખનિય છે કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 84 વર્ષના વૃદ્ધનું મોત થયુ છે. જેમાં ગઈકાલે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન મોત થયુ છે. તેમાં વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા બાદ પણ દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ છે. તથા મૃતક વૃદ્ધના પરિવારમાંથી હાલ કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત નથી.

શહેરમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસ વધતા શાળાના સંચાલકો પણ હરકતમાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કોરોના કેસોમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકો પણ હવે કોવીડ ગાઈડલાઈનનું પાલન કરતા નથી. માસ્ક વગર પણ લોકો ફરતા દેખાઈ રહ્યા છે.

નોંધનીય છે કે, રાજકોટમાં વધુ એક સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. સરસ્વતી શિશુ મંદિરમાં વિદ્યાર્થી અને ધોરાજીની સ્કુલના શિક્ષક કોરોના સંક્રમિત થતાં કોરોનાની વકરતી ઇફેક્ટ ચિંતાજનક સાબિત થઈ રહી છે.

જો કે હાલમાં ગુજરાત સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર મનપા વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખ્યો છે.