ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

 

ઓમીક્રોનની આફત વચ્ચે લેબમાં ટેસ્ટિંગમાં વધારો થયો છે. રોજના 3 થી 4 હજાર સેમ્પલનું ટેસ્ટિંગ માટે લેબમાં આવી રહ્યા છે. અમદાવાદ બી. જે. મેડિકલની લેબમાં કોરોનાના સેમ્પલ ટેસ્ટ થઈ રહ્યા છે. બી. જે. મેડિકલની ટિમ રાઉન્ડ ધ ક્લોક કોરોનાના રિપોર્ટ ચકાસણીમાં લાગી છે.

જ્યારે એરપોર્ટના પેસેન્જરોના ટેસ્ટિંગ સેમ્પલની ચકાસણી બીજે મેડિકલમાં થઈ રહી છે. ઓમીક્રોનના શંકાસ્પદ બે રિપોર્ટ હજી બાકી છે. જે પેસેન્જરોના રિપોર્ટ શંકાસ્પદ હોય તેવા સેમ્પલનું પણ ટેસ્ટિંગ લેબમાં થાય છે. કોરોનાની પ્રથમ લહેરમાં રોજના 3હજાર ટેસ્ટિંગ થતા હતા. જ્યારે બીજી લહેરમાં રોજના 6 હજાર ટેસ્ટિંગ લેબમાં થતા હતા. થોડા સમય માટે ટેસ્ટિંગમાં ઘટાડા બાદ ફરી ટેસ્ટિંગમાં વધારો થઈ રહ્યો છે. સંભવિત ત્રીજી લહેર વચ્ચે ઓમીક્રોનની દહેશતને પગલે લેબમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.